LIC જીવન શાંતિ યોજના - એક વખતના રોકાણથી આજીવન આવક મેળવો

LIC જીવન શાંતિ યોજના વિશે 

LIC જીવન શાંતિ યોજના એ બિન-લિંક્ડ, બિન-ભાગીદારી, વ્યક્તિગત, સિંગલ પ્રીમિયમ, વિલંબિત વાર્ષિક આવક માટેની યોજના છે. LIC જીવન શાંતિ પોલિસીની શરૂઆતના સમયે જ વાર્ષિકી દરની ખાતરી આપવામાં આવે છે. જીવન શાંતિ પોલિસી હેઠળ તમે એક વખત રોકાણ કરીને તરત જ વાર્ષિક આવક ચાલુ કરાવી શકો છો. અથવા તમે ૧ વર્ષથી ૧૨ વર્ષ બાદ વાર્ષિક આવક શરૂ કરાવી શકો છો. તમે જેટલું મોડે આવક ચાલુ કરાવશો એટલો વધારે ફાયદો થશે.


જીવન શાંતિ યોજનાના લાભો 

  • એક વખત પ્રીમિયમ ભરીને આજીવન આવક મળે છે.
  • વિલંબિત સમયગાળો ઈચ્છા મુજબ ૧ વર્ષથી ૧૨ વર્ષ સુધી રાખી શકાય છે. 
  • પોલિસીની શરૂઆતના સમયે જ વાર્ષિકી દરની ખાતરી આપવામાં આવે છે.
  • LIC જીવન શાંતિ યોજનામાં બે પ્રકારે વાર્ષિકીના(વાર્ષિક આવક માટે) વિકલ્પો છે.
    ૧. એકલ જીવન વિલંબિત વાર્ષિકી (Deferred Annuity For Single Life)
    જો તમે એકલ જીવન વિલંબિત વાર્ષિકી પોલિસી શરૂ કરાવો છો તો તમને આજીવન વાર્ષિક આવક મળશે અને તમારા મૃત્યુ પછી તમારા વારસદારને વિમાની રકમ તથા મૃત્યના તમામ લાભો મળશે.
    ૨. સંયુક્ત જીવન વિલંબિત વાર્ષિકી (Deferred Annuity For Joint Life)
    જો તમે સંયુક્ત જીવન વિલંબિત વાર્ષિકી પોલિસી શરૂ કરાવો છો તો તમને આજીવન વાર્ષિક આવક મળશે અને તમારા મૃત્યુ પછી તમારા સહભાગીને આજીવન વાર્ષિક આવક મળશે અને સહભાગીના મૃત્યુ પછી તમારા વારસદારને વિમાની રકમ તથા મૃત્યના તમામ લાભો મળશે.
  • ૩ વર્ષ પછી લોનની સુવિધા ઉપલબ્ધ.
  • આવક માટે વિકલ્પો : વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક, માસિક

જીવન શાંતિ યોજના માટેની શરતો

ઓછામાં ઓછી ઉમર : ૩૦ વર્ષ
વધુમાં વધુ ઉમર : ૭૯ વર્ષ
ઓછામાં ઓછી વિમાની રકમ : ૧,૫૦,૦૦૦
વધુમાં વધુ વિમાની રકમ : કોઈ લિમિટ નથી.
વિલંબિત સમયગાળો : ૧ વર્ષથી ૧૨ વર્ષ

ઉદાહરણ

ધારો કે તમારી ઉમર ૪૦ વર્ષ છે અને તમે ૧૦ લાખ રૂપિયાની પોલિસી ખરીદો છો અને તમે વિલંબિત સમયગાળો ૮ વર્ષ રાખો છો તથાવાર્ષિક આવક પસંદ કરો છો તો તમારે ૮ વર્ષ પછી દર વર્ષે રૂપિયા  ૧,૦૭,૯૦૦ આજીવન મળશે તથા મૃત્યુ પછી વિમાની રકમ તથા મૃત્યુ લાભો વારસદારને મળશે.

Previous Post
No Comment
Add Comment
comment url