LIC કન્યાદાન યોજના

કન્યાદાન યોજના વિશે માહીતિ

LICએ શરૂ કરેલી જીવન લક્ષ્ય પ્લાન (પ્લાન નંબર - ૯૩૩) કન્યાદાન યોજના તરીકે પ્રચલિત થઈ છે. જીવન લક્ષ્ય પ્લાન એ પિતાની જેમ બાળકોની ખુશીઓ પૂરી પાડવામાં મદદ કરે છે તેથી તેનું નામ કન્યાદાન યોજના આપવામાં આવ્યું છે. કન્યાદાન યોજના જીવન લક્ષ્ય યોજનાનું બચત અને વીમા સુરક્ષાનું મિશ્રણ છે. કન્યાદાન યોજના એ બાળકોના નામે નહીં પણ પિતાના નામે લેવાય છે.
કન્યાદાન યોજના એ મર્યાદિત હપ્તા સાથેની હયાતીની નફા સાથેની પોલીસી છે. જે વિમેદારના બાળકોની ભવિષ્યની જરૂરિયાતો ને પૂર્ણ કરે છે અને હયાતીમાં પાકતી તારીખે વિમા રકમ તથા બોનસ આપતી પોલીસી છે. વિમેદાર ના મૃત્યુ સમયે નિશ્ચિત સમયે ચોક્કસ વિમા રકમ તથા મુદત પુરી થતા વિમા રકમ ની ચૂકવણી કરવામાં આવે છે.

મળવાપાત્ર લાભો

મુદત પૂરી થતાં મળતા લાભો

પાકતી વિમાની રકમ + બોનસ + આખરી વધારાનું બોનસ (મળવા પાત્ર)

મૃત્યુ લાભ - (મૃત્યુ સમયે વિમા રકમ)

  • વાર્ષિકીનો લાભ એટલે મૂળ વિમા રકમ ના ૧૦% પોલીસી એનીવર્સરી પર અથવા સંયોગાત્મક વિમેદારની મૃત્યુ તારીખથી પાકતી તારીખ પહેલા આવતી પોલીસી એનીવર્સરી સુધી ચૂકવાશે.
  • ત્યારબાદ પૂર્ણ રકમ કે જે મૂળ વિમા રકમ ના ૧૧૦% જેટલી હશે તે પાકતી તારીખે વખતો વખત મળવાપાત્ર બોનસ તથા આખરી વધારાનું બોનસ (મળવાપાત્ર) સાથે ચૂકવાશે.
  • મૃત્યુલાભ ની રકમ એ મૃત્યુ તારીખ સુધી ભરેલા પ્રીમિયમના ૧૦૫% કરતા ઓછી નહી હોય.
  • ગંભીર બીમારી તથા અકસ્માત વીમાનો લાભ મળશે.
  • 3 વર્ષ પછી લોન મળી શકે.
  • હપ્તા ભરવાની અવધિ પૉલિસીની અવધિથી ૩ વર્ષ ઓછી રહેશે.

કન્યાદાન યોજના માટે શરતો

  • પિતાની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધી હોવી જોઈએ
  • પોલીસીની મુદત ૧૩ થી ૨૫ વર્ષ સુધી રહેશે.
  • હપ્તા વાર્ષિક, છ મહિને, ૩ મહિને અથવા દર મહિને ભરી શકાશે.
  • વીમાની રકમ ₹૧,૦૦,૦૦૦ કે ₹૧,૦૦,૦૦૦થી વધુ રાખી શકાય.

ઉદાહરણ

જો તમારી ઉમર ૩૦ વર્ષ છે અને તમે દર મહિને ₹૧૧૮૬ (દરરોજ ₹૩૮) નું ૧૮ વર્ષ સુધી રોકાણ કરો છો તો તમને ₹૫,૦૬,૧૭૦ નું વળતર મળશે. સાથે નોર્મલ વીમો અને અકસ્માત વીમાનો પણ લાભ મળશે.

વધુ ઉદાહરણો(ઉમર ૩૦ વર્ષ પ્રમાણે)

મુદત ૧૫ વર્ષ
૨૦ વર્ષ
૨૫ વર્ષ
પ્રીમિયમ ભરવાની મુદત ૧૨ વર્ષ ૧૭ વર્ષ ૨૨ વર્ષ
વાર્ષિક પ્રીમિયમ ૧૬,૮૯૫ ૧૧,૭૬૪ ૮,૯૩૭
વીમા રકમ ૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦
અંદાજિત બોનસ ૧,૧૪,૦૦૦ ૧,૬૮,૦૦૦ ૨,૩૦,૦૦૦
અંતિમ વધારાનું બોનસ ૪,૦૦૦ ૧૪,૦૦૦ ૯૦,૦૦૦
કુલ મળવાપાત્ર રકમ(આશરે) ૩,૧૮,૦૦૦ ૩,૮૨,૦૦૦ ૫,૨૦,૦૦૦
Next Post
1 Comments
  • Anonymous
    Anonymous March 20, 2024 at 2:12 AM

    Mare chalu karavu chhe
    Contact 8469485987

Add Comment
comment url